ભરૂચ: વાગરાના અંભેલ ગામે ONGCના GGS-8 પ્લાન્ટ પાસે આગ, કોઈ જાનહાની નહીં

ભરૂચના વાગરા તાલુકાના અંભેલ ગામ નજીક આવેલા ONGCના GGS-8 પ્લાન્ટ પાસે આગ ફાટી નીકળી હતી. પ્લાન્ટ અંભેલ ગામથી માત્ર 500 મીટરના અંતરે આવેલો હોવાથી

New Update
IMG-20250128-WA0153
ભરૂચના વાગરા તાલુકાના અંભેલ ગામ નજીક આવેલા ONGCના GGS-8 પ્લાન્ટ પાસે આગ ફાટી નીકળી હતી. પ્લાન્ટ અંભેલ ગામથી માત્ર 500 મીટરના અંતરે આવેલો હોવાથી આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આગની જાણ થતાં જ વાગરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગના કારણે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સ્થાનિક વહીવટી તંત્ર અને ONGC અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આગના બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી
Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું
Latest Stories