ભરૂચ : NSE બ્રોકરની ખોટી ઓળખ આપી ₹63.94 લાખની છેતરપીંડી, ઠગ દંપત્તીની નડિયાદથી ધરપકડ

NSEના બ્રોકર તરીકે ખોટી ઓળખ આપી બોગસ દસ્તાવેજો બનાવી ₹63.94 લાખની છેતરપીંડી કરનાર વોન્ટેડ દંપતીને નડીયાદ ખાતેથી ભરૂચ સી ડીવીઝન પોલીસે ઝડપી લીધું

Screenshot_2024-10-21-21-23-03-86_6012fa4d4ddec268fc5c7112cbb265e7
New Update
NSEના બ્રોકર તરીકે ખોટી ઓળખ આપી બોગસ દસ્તાવેજો બનાવી ₹63.94 લાખની છેતરપીંડી કરનાર વોન્ટેડ દંપતીને નડીયાદ ખાતેથી ભરૂચ સી ડીવીઝન પોલીસે ઝડપી લીધું
ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ  સ્ટેશનમાં શેરબજારમાં રોકાણના નામે રોકાણકારો સાથે રૂપિયા 63.94 લાખની છેતરપિંડીનો ગુનો 24 ઓગસ્ટના રોજ દાખલ થયો હતો.ભરૂચના આર કે કાઉન્ટીમાં રહેતા બેકાર એવા ઠગ બ્રજેશકુમાર શ્રીવાસ્તવ, તેની પત્ની નિશા શ્રીવાસ્તવ અને અંશલાલા શ્રીવાસ્તવએ પૂર્વ આયોજીત કાવતરું રચી N.S.E.ના નામે ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. NSE ના અધિકારીની ખોટી સહી તથા સિક્કાનો ઉપયોગ કરી પોતાની નેશનલ સ્ટોક એક્ષચેન્જના બ્રોકર તરીકેની ખોટી ઓળખ આપી હતી.આ ખોટા દસ્તાવેજો મિત્ર એવા ફરીયાદીને રૂબરૂ, ઈમેલ તથા વોટસએપ દ્વારા મોકલી છેતરપીડી કરવાના ઈરાદે મિત્રતાના નામે ફરીયાદી તથા ફરીયદીના ઓળખીતા મિત્રો પાસેથી ₹63.94 લાખ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.શ્રીવાસ્તવ દંપત્તિ ફરીયાદી તથા તેના મિત્રો સાથે છેતરપીડી કરી ગુનો આચરી નાસી ગયેલ.ભરૂચ સી ડિવિઝન PI વી.આર.ભરવાડએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરતા ભેજાબાજ દંપતીને નડીયાદ ખાતેથી ઝડપી લેવાયું છે.
#Bharuch
Here are a few more articles:
Read the Next Article