ભરૂચ : સાયખાની કંસાઈ નેરોલેક પેઈન્ટ્સ કંપની દ્વારા વાગરા કન્યા શાળા ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

ભરૂચ જિલ્લાના વાગરા ગામના નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે સાયખાની કંસાઈ નેરોલેક પેઈન્ટ્સ કંપની દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
1 (2)

ભરૂચ જિલ્લાના વાગરા ગામના નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે સાયખાની કંસાઈ નેરોલેક પેઈન્ટ્સ કંપની દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સાયખાની કંસાઈ નેરોલક પેઈન્ટ્સ કંપની દ્વારા વાગરા ગામના નાગરિકોના આરોગ્યની સુખાકારી તેમજ કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી હેઠળ નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. ભરૂચની એસ.આર. હેલ્થકેરે સર્વિસીસના સહયોગથી વાગરા પ્રાથમિક કન્યા શાળામાં  આયોજિત નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પમાં જરૂરીયાતમંદોએ સેવાનો લાભ લીધો હતો. આ કેમ્પમાં 200 જેટલા દર્દીઓના આંખની તાપસ અને જરૂરિયાતમંદોને દવા તેમજ ચશ્માનું વિતરા કરાયું હતું. સમગ્ર મેડિકલ ચેકઅપ કેમ્પ દરમ્યાન કંસાઈ નેરોલક પેઈન્ટ્સ કંપનીના સેફ્ટી હેડ ધર્મેશભાઈકોમર્શિઅલ હેડ કશ્યપભાઈએન્જિનિરીંગ હેડ હિરેનભાઈ તથા ટીમ મેમ્બર્સવાગરા કન્યા શાળાના ટ્રસ્ટી હરેશભાઇ તથા આચાર્ય ઉપસ્થિત રહી મેડિકલ ચેકઅપ કેમ્પમાં સહયોગ આપ્યો હતો.

Latest Stories