New Update
આમોદ નગર સેવા સદનની સામાન્ય સભા મળી
વિકાસના વિવિધ કામોને અપાય મંજૂરી
રૂ.5 કરોડના વિકાસના કામોને મંજૂરી
રોડ,ગટર સહિતના કામો કરવામાં આવશે
વાર્ષિક હિસાબો બાબતે ભાજપના સભ્યોની નારાજગી
ભરૂચની આમોદ નગરપાલિકાના સભાખંડમાં આજરોજ સામાન્યસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રૂપિયા પાંચ કરોડના વિકાસના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી
ભરૂચની આમોદ નગરપાલિકાના સભાખંડમાં આજ રોજ પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી.જેમાં પાંચ કરોડના વિકાસ કામોની નગરજનોને દીવાળી ભેટ આપવામાં આવી હતી.ચર્ચાસ્પદ બનેલી આમોદ નગરપાલિકાની સામાન્ય સભા માટે ભાજપનાં જ સભ્યોમાં આંતરિક વિવાદો જોવા મળ્યા હતાં.
જલ્પાબેન પટેલનાં અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભા માટે ભાજપનાં સભ્યોના આંતરિક વિખવાદોના કારણે વારંવાર ધારાસભ્ય ડી.કે.સ્વામી સાથે તેમજ ભરૂચ જીલ્લા ભાજપ સંગઠન સાથે સંકલન કરવામાં આવ્યું હતું..
ભાજપનાં સદસ્યોએ જ વાર્ષીક હિસાબો તેમજ ત્રિમાસિક હિસાબોમાં વિકાસના થયેલાં કામોનું સ્થળ નિરીક્ષણ કરી, કામની ગુણવત્તા તપાસી ચૂકવણું કરવુ નહી તો કન્સલ્ટન એજન્સી, પાલિકા ઇજનેર , એકાઉન્ટન્ટ ,મુખ્ય અધિકારી અને પ્રમુખની જવાબદારી રહેશે તેમ જણાવ્યું હતું ત્યારે ભાજપના જ સદસ્યોની નારાજગી જોવા મળી હતી...
Latest Stories