ભરૂચ: કર્મકયોગીઓના બાળકો માટે મનાડ અને ઉમરવાડા ગામે ઘોડિયાઘરનો પ્રારંભ કરાયો, પ્રોલાઈફ ફાઉન્ડેશન- ચેતના સંસ્થાનો સહયોગ સાંપડ્યો

ચેતના સંસ્થા અમદાવાદ અને પ્રોલાઈફ ફાઉન્ડેશનના નાણાકીય સહયોગથી ભરૂચના બે ગામ ઉમરવાડા અને મનાડ ગામમાં ઘોડિયા ઘરનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેના ભાગ

New Update
MixCollage-26-Apr-2025-08-55-AM-1482

ચેતના સંસ્થા અમદાવાદ અને પ્રોલાઈફ ફાઉન્ડેશનના નાણાકીય સહયોગથી ભરૂચના બે ગામ ઉમરવાડા અને મનાડ ગામમાં ઘોડિયા ઘરનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેના ભાગ રૂપે  તારીખ 25/4/25ના રોજ મનાડ ગમમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.

મધ્યપ્રદેશથી આવેલા શ્રમિકોને આંગણવાડી કેન્દ્ર વિસ્તારથી ઘણુ દૂર હોવાને કારણે બાળકોને પાયાની જરૂરિયાત પૂરી થતી ન હતી અને આ વિસ્તારના ICDS પ્રોગ્રામ ઓફિસર કાશ્મીરા બહેન દ્વારા રૂબરૂ મુલાકાત કરીને તેમની પરિસ્થિતિ જાણીને અહીંયા ઘોડિયાઘરની શરૂઆત કરવા માટે જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત  કલેકટર કચેરીના અલ્કેશભાઈ દ્વારા પ્રો લાઈફ ફાઉન્ડેશનના યોગેશ પારીક સાથે  ચર્ચા કરી નાણાકીય સહયોગની વ્યવસ્થા કરવામાં આવી હતી.
 મનાડ ગામે યોજાયેલ   ઉદ્ઘાટન કાર્યક્રમમાં ICDs પ્રોગ્રામ ઓફિસર કાશ્મીરાબહેન, કલેકટર  કચેરીમાંથી અલ્કેશભાઇ ,સીડીપીઓ, મુખ્યસેવિકા,આંગણવાડી કાર્યકર,ગામના સરપંચ ભદ્રેશભાઈ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા