ભરૂચ: ૫૪૫ ગ્રામ પંચાયતોમાં જિલ્લા અને તાલુકાના અમલીકરણ અધિકારીઓની અધ્યક્ષસ્થામાં ગ્રામસભા યોજાય

ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત 'સ્વચ્છ ભારત દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.

a
New Update

ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત 'સ્વચ્છ ભારત દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના ૯ તાલુકાઓની ૫૪૫ ગ્રામ પંચાયતોમાં સ્વચ્છતા પ્રવૃત્તિઓ અને ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ગ્રામ સભાઓમાં ગ્રામજનોના વિવિધ પ્રશ્નો જેવાકે, પાણી, અન્ન પુરવઠો, પંચાયત, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, કાયદો અને વ્યવસ્થા જેવા વિવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.  ગ્રામજનો દ્વારા રજૂ કરેલા પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરી પંચાયતને લગતા પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે જ, દરેક ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભામાં ચર્ચાયેલા વહીવટી અને ટેકનિકલ કક્ષાના પ્રશ્નો સંબંધિત વિભાગને મોકલી આપવા માટે  તાલુકા કક્ષાએ મોકલી આપવામાં આવ્યા હતા. ૧૫મા નાણાપંચ અંતર્ગત વિલેજ ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ કરવાનાં થતાં કામોનું ગ્રામજનોની હાજરીમાં પ્લાનિંગ કરી તાલુકા કક્ષાએ મોકલી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
#Bharuch #Gram Panchayats #gram sabha
Here are a few more articles:
Read the Next Article