ભરૂચથી કાવી કંબોઇ સુધી સમરસ કાવડ યાત્રાનું આયોજન
અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી આયોજન
હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા યોજાશે કાવડ યાત્રા
108થી વધુ કાવડિયો યાત્રામાં લેશે ભાગ
નર્મદા નદીના જળથી સ્તંભેશ્વર મહાદેવને કરાશે જળાભિષેક
ભરૂચ જિલ્લામાં આગામી 10 ઓગસ્ટ 2025ના રોજ ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા આયોજિત છે. યાત્રાની શરૂઆત ભરૂચના પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી થઈને કાવી કંબોઈ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી થશે, જ્યાં કાવડ યાત્રીઓ પાવન નર્મદાજળથી ભગવાનની જળાભિષેક કરશે.યાત્રા પૂર્વે ભરૂચ સ્થિત ગંગોત્રી હોટેલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં હિન્દુ ધર્મ સેના ભરૂચના જિલ્લા પ્રમુખ પ્રયાગસિંહ વાસિયાએ અધ્યક્ષપદ યોજવામાં આવી હતી.
આ યાત્રામાં 108થી વધુ કાવડ યાત્રીઓ ભાગ લેશે અને ભક્તોને યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે હિન્દુ ધર્મ સેના દ્વારા 25 સ્વયંસેવકોની ટીમ યાત્રા માર્ગ પર સેવા માટે કાર્યરત રહેશે.યાત્રા દરમિયાન ભક્તિભાવ, એકતા અને શાંતિનો સંદેશ વહેતો રહેશે તેમજ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભક્તોને આધ્યાત્મિક આનંદ અને સંસ્કૃતિ સાથે જોડવાનો છે.આ પત્રકાર પરિષદમાં હિન્દૂ ધર્મ સેના પ્રતિનિધિ સુધીરસિંહ અટોદરિયા,પ્રયાગરાજ વાસીયા, જીના ભરવાડ,વિરલ ગોહીલ, જીતુ રાણા,રાહુલ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.