-
મોડેલ સોલાર વિલેજ યોજના અંતર્ગત સેમિનાર યોજાયો
-
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કાર્યક્રમનું આયોજન
-
કે.જે.ચોક્સી પબ્લિક લાયબ્રેરી ખાતે કરાયું હતું આયોજન
-
26 ગામના સરપંચ અને તલાટીઓ રહ્યા ખાસ ઉપસ્થિત
-
યોજના વિશે માહિતી આપી ફાયદા અંગે માર્ગદર્શન અપાયું
ભરૂચ જિલ્લાના 26 ગામના સરપંચ અને તલાટીઓને મોડેલ સોલાર વિલેજ યોજના અંતર્ગત વિસ્તૃત માર્ગદર્શન મળી રહે તે હેતુથી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચની કે.જે.ચોક્સી પબ્લિક લાયબ્રેરી ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સિનિયર એન્જિનિયર હેમાંગ મોદીની ઉપસ્થિતિમાં મોડેલ સોલાર વિલેજની માહિતી પુરી આપવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના 5 હજારથી વધુ વસ્તી ધરાવતા 26 ગામોના સરપંચ અને તલાટીઓને આ યોજના વિશે માહિતગાર કરાવી જરૂરી ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેમાં તાલુકા વિકાસ અધિકારી, લીડ બેન્કના અધિકારી, કે.પી.સોલારના અધિકારી સહિત અન્ય અધિકારીઓ, સરપંચો અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોડેલ સોલાર વિલેજ યોજના હેઠળ તા. 01/4/25થી 30/9/25 દરમ્યાન યોજાનાર સ્પર્ધામાં ભાગ લઇ રહેલ ભરૂચ જિલ્લાના 26 ગામોના સરપંચ અને તલાટીઓને યોજનાની વિસ્તૃત માહિતી આપવા સાથે ખર્ચ અને લોન અંગે જાણકારી આપવામાં આવી હતી.
મોડેલ સોલાર વિલેજ યોજના અંતર્ગત વિવિધ સરકારી કચેરીઓ પર સોલાર રૂફટોપ લગાવવા પણ સૂચન કરાયું હતું. આ મોડેલ સોલાર યોજના સ્પર્ધા અંગે DGVCLના સિનિયર એન્જિનિયર હેમાંગ મોદીએ માહિતી આપી હતી.