ભરૂચ: સંસ્કાર વિદ્યાભવનમાં શરૂ થશે ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબ, જુઓ શું છે વિશેષતા

ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ એસ.એમ.સી.પી સંસ્કાર વિદ્યાભવન ખાતે ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબ શરૂ થનાર છે જે અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઇ હતી

New Update

ભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ એસ.એમ.સી.પી સંસ્કાર વિદ્યાભવન ખાતે ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબ શરૂ થનાર છે જે અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઇ હતી

ભરૂચની હોમી લેબ અને એસ.એમ.સી.પી સંસ્કાર વિદ્યાભવન ઝાડેશ્વર ખાતે સંસ્કાર ભારતી ટ્રસ્ટના ફ્યુચર ઝોનમાં ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબનું તારીખ-14મી જૂનના રોજ જિલ્લા કલેકટર તુષાર સુમેરા અને હોમી લેબના ફાઉન્ડર રિજનપાલ સિંહના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે.જે ફ્યુચર ઝોનની અદ્યતન વિશેષતાઓ અને શૈક્ષણિક સંભાવનાઓ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ,વર્ચ્યુયલ રિયાલીટી થકી ભવિષ્યની સફળ કરાવવા સાથે સ્પેશમાં વર્ચ્યુઅલી લઈ જવામાં આવશે જે સહિતની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં શાળાના આચાર્ય શૈલજા સિંહ અને હોમી લેબના આગેવાનોએ પત્રકારોને વિગતવાર માહિતી આપી હતી આ પત્રકાર પરિષદમાં પત્રકારો અને શાળાના ટ્રસ્ટી તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં આ લેબનો બાળકો,યુવાનો અને વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકશે
Read the Next Article

રાજ્યકક્ષાની શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભરૂચના શૂટર્સે કુલ 14 મેડલ હાંસલ કર્યા !

અમદાવાદ ખાતે આયોજિત 61મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના શૂટર્સે કુલ 14 મેડલ જીતીને ભરૂચનું ગૌરવ વધાર્યું છે.આ પ્રસંગે વાગરાના

New Update

અમદાવાદ ખાતે યોજાય હતી ચેમ્પિયનશીપ

રાજ્યકક્ષાની ચેમ્પિયનશીપનું આયોજન

ભરૂચના ખેલાડીઓએ કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન

14 મેડલ હાંસલ કરી ગૌરવ વધાર્યું

અગાઉ પણ 27 મેડલ કર્યા હતા હાંસલ

અમદાવાદ ખાતે યોજાયેલ 61મી ગુજરાત સ્ટેટ શુટીંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના શૂટર્સે કુલ 14 મેડલ હાંસલ કર્યા છે
અમદાવાદ ખાતે આયોજિત 61મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના શૂટર્સે કુલ 14 મેડલ જીતીને ભરૂચનું ગૌરવ વધાર્યું છે.આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અને ભરૂચ જિલ્લા રાયફલ શૂટિંગ એકેડમીના પ્રમુખ અરૂણસિંહ રણાએ તમામ મેડલ વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને એમની મહેનત તથા પ્રતિભાને વખાણી હતી. સેક્રેટરી અજયભાઈ પંચાલે તમામ શૂટર્સને વધુ સારું પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. કોચ મિત્તલ ગોહિલના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે.મહત્વનું છે કે આ પૂર્વે ભરૂચ જિલ્લામાં આયોજિત ઓપન શૂટિંગ કોમ્પિટિશનમાં પણ ભરૂચના શૂટર્સે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં 27 મેડલ હાંસલ કર્યા હતા.