New Update
ભરૂચના વાલિયા તાલુકામાં આવ્યા છે આરોગ્ય કેન્દ્રો
યુથ પાવર ગ્રુપની ટીમ દ્વારા લેવામાં આવી મુલાકાત
આરોગ્ય કેન્દ્રો જર્જરીત હાલતમાં
સ્વરછતાનો પણ આભાવ જોવા મળ્યો
તાત્કાલિક સમારકામની માંગ
ભરૂચના વાલિયાની યુથ પાવર ટીમ દ્વારા વાલિયા બાદ ડહેલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરવામાં આવી હતી જ્યાં આરોગ્ય કેન્દ્રમાં અનેક ક્ષતિઓ બહાર આવતા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકામાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પી.એચ.સી. અને સબ સેન્ટરમાં પ્રાથમિક સારવાર મેળવતો હોઈ છે.ત્યારે દર્દીઓને સારવાર આવતા સેન્ટરો જ બીમાર પડ્યા હોવાનું ધ્યાન પર આવ્યું છે.વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્રની જર્જરિત બિલ્ડીંગની મુલાકાત બાદ યુથ પાવર વાલિયાના અધ્યક્ષ રજની વસાવાના માર્ગદર્શન હેઠળ તેઓની ટીમ દ્વારા ડહેલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવતા ત્યાં પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો.
જ્યારે જર્જરિત બિલ્ડીંગને લીપાપોથી કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે અન્ય પી.એચ.સી.તેમજ સબ સેન્ટરો પણ જર્જરિત હોઈ તો તેઓને ખાલી કરવા સાથે યોગ્ય પગલાં લેવા માંગ કરવામાં આવી છે.
Latest Stories