ભરૂચ: આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત નિર્મૂલન દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન

“એન્ટી લેપ્રસી ડે” નિમિત્તે “સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન” હેઠળ ભરૂચ જિલ્લામાં ૩૦ જાન્યુઆરીથી એક પખવાડીયા સુધી રક્તપિત્ત જનજાગૃતિનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આયોજન

  • રક્તપિત નિર્મૂલન દિવસની ઉજવણી

  • જનજાગૃતિ રેલીનું આયોજન કરાયુ

  • મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા

Advertisment
ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત નિર્મૂલન દિવસ નિમિત્તે સ્પર્શ રક્તપિત જન જાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા
રક્તપિતને ઈતિહાસ બનાવવાના હેતુસર“એન્ટી લેપ્રસી ડે” નિમિત્તે “સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન” હેઠળ ભરૂચ જિલ્લામાં ૩૦ જાન્યુઆરીથી એક પખવાડીયા સુધી રક્તપિત્ત જનજાગૃતિનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ભરૂચ ખાતે રક્તપિત નિર્મૂલન દિવસ નિમિત્તે સ્પર્શ રક્તપિત જન જાગૃતિ અભિયાન માટે શહેરની રેલવે સ્ટેશન પોલીસ ચોકીથી જિલ્લા પંચાયત સુધી વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ સાથે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું.
એક પખવાડીયા દરમ્યાન શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં રકતપિત્ત નિર્મુલન પ્રતિજ્ઞા, પ્રજોજોગ સંદેશ, રક્તપિત્ત વિશે જાણાકારીની પ્રશ્નોત્તરી તેમજ રક્તપિત્ત જનજાગૃતિ પત્રિકાઓના વિતરણ, રેલી સહિતના પ્રવૃત્તિઓ સાથે જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરાશે.આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અને  રક્તપિત અધિકારી ડો.જે એસ દુલેરા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
Latest Stories