New Update
ભરૂચમાં યોજાયો કાર્યક્રમ
હોમગાર્ડ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયુ
વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
મૌન પાળી-મીણબત્તી પ્રજ્વલિત કરવામાં આવી
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલા દિવંગતોને ભરૂચ હોમગાર્ડ યુનિટ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોની યાદમાં ભરૂચ શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા કમાન્ડર સંજય કાયસ્થ તથા ઓફિસર કમાન્ડર મનોજ રાણા ઉપસ્થિત રહ્યા હતા.
બંને અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ હોમગાર્ડ યુનિટના જવાનોએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા આત્માઓ માટે મૌન પાળી, મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી.ઘટનાના દર્દભર્યા પળોમાં સમાજના સુરક્ષા દળે સંવેદના વ્યક્ત કરી હતી અને દુઃખની ઘડીમાં એકતાનો સંદેશ આપ્યો હતો.
Latest Stories