ભરૂચ: હાઈબીમ લાઈટનો શોખ હોય તો કાઢી નાંખજો, RTO તમને ફટકારશે મોટો દંડ !

ભરૂચ આરટીઓ વિભાગ દ્વારા હાઈબીમ એલ.ઇ.ડી.લાઈટ લગાવનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં 94 વાહનચાલકો પાસે રૂ.4.70 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

New Update
  • ભરૂચ આર.ટી.ઓ.ની કાર્યવાહી

  • હાઈબીમ લાઈટ લગાવનાર વાહનચાલકો સામે કાર્યવાહી

  • કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

  • 94 વાહનચાલકો પાસે દંડ વસુલ કરાયો

  • રૂ.4.70 લાખનો દંડ વસુલ કરાયો

ભરૂચ આરટીઓ વિભાગ દ્વારા હાઈબીમ એલ.ઇ.ડી.લાઈટ લગાવનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં 94 વાહનચાલકો પાસે રૂ.4.70 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા  વ્હાઇટ એલઇડી લાઇટ લગાવી સામેવાળા વાહનચાલકોની આંખો આંજી દેતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવા પરિપત્ર જાહેર કરાયા બાદ ભરૂચ આરટીઓ તંત્ર હરકતમાં આવ્યું છે. સૂચના અનુસંધાને ભરૂચ આરટીઓએ વિશેષ ડ્રાઇવ હાથ ધરી અત્યાર સુધી 94 વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી કુલ રૂ. 4.70 લાખનો દંડ ફટકાર્યો છે. તા. 23 જાન્યુઆરીથી આરટીઓ તંત્ર દ્વારા સઘન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
એ.આર.ટી.ઓ. પી.આર. પઢિયારના માર્ગદર્શન હેઠળ આરટીઓ ઇન્સ્પેક્ટરોની અલગ અલગ ટીમો બનાવી શહેર તથા હાઇવે પર ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં નાના-મોટા વાહનોમાં લગાવવામાં આવેલી આંખોને આંજી દેતી સફેદ એલઇડી લાઇટો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંગે એ.આર.ટી.ઓ. પી.આર. પઢિયારે જણાવ્યું હતું કે વાહનચાલકો કંપની દ્વારા માન્ય હેડલાઇટ સિવાયની એલઇડી લાઇટોનો ઉપયોગ ન કરે. આવી લાઇટો માર્ગ અકસ્માતનું કારણ બને છે. તેમણે લોકોને ગેરકાયદેસર એલઇડી લાઇટો દૂર કરવા અપીલ કરી હતી.
Latest Stories