New Update
ભરૂચ તાલુકાના કરમાલી-કરજણ ગામ નજીક પરવાનગી વગર માટી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ અને વહનનું કૌભાંડ ઝડપાયું છે જેમાં તંત્ર દ્વારા રૂ.4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે ગેરકાયદેસર માટી ખનનનો વેપલો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે જેના પર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે ભરૂચ તાલુકાના કરમાલી-કરજણ ગામ પાસે માટી ખનીજના બિનઅધિકૃત ખનનની ફરિયાદ ભૂસ્તરશાસ્ત્રીને મળી હતી.આ ફરિયાદ અન્વયે બુધવારે રાત્રે ભુસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખનીજનાં બિનઅધિકૃત ખનન બાબતે તપાસ ટીમ તૈયાર કરી આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન અંદાજિત 4 થી 5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 7 ટ્રક,ફોકલેન મશીન - 2 અને મહિન્દ્રા થાર-1નો સમાવેશ થાય છે.
Latest Stories