ભરૂચ: વાગરાના ગલેન્ડા ગામે મોબાઈલ જોવા નહીં આપતા મિત્રની છરીના ઘા મારી હત્યા કરનાર હત્યારા મિત્રની ધરપકડ !

ભરૂચના વાગરા તાલુકામાં આવેલાં ગલેન્ડા ગામે એક રૂમમાં જ રહેતાં રાજસ્થાની મિત્રો પૈકી એકે બીજા પાસે મોબાઇલ જોવા માટે માંગ્યો હતો. ઉગ્ર તકરાર થતાં એક મિત્રએ બીજા મિત્રને ચપ્પુ મારી હત્યા કરી

gaam
New Update
ભરૂચના વાગરા તાલુકામાં આવેલાં ગલેન્ડા ગામે એક રૂમમાં જ રહેતાં રાજસ્થાની મિત્રો પૈકી એકે બીજા પાસે મોબાઇલ જોવા માટે માંગ્યો હતો. જોકે, તેણે મોબાઇલ નહિં આપતાં તેમની વચ્ચે ઉગ્ર તકરાર થતાં એક મિત્રએ બીજા મિત્રને ચપ્પુ મારી હત્યા કરી હતી. બનાવને પગલે દહેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા મિત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ વાગરા તાલુકામાં આવેલાં ગલેન્ડા ગામે ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતાં રામકેશ શ્રવણ મીણા તેમજ તેમની સાથેના કીરોડીલાલ રામપ્રસાદ મીણા તેમજ રવિ પપ્પુરામ ભેરવા સહિત અન્ય મિત્રો સાથે રહેતાં હતાં. તેમજ નજીકમાં આવેલી લેક્રિન કંપનીમાં તેઓ નોકરી કરતાં હતાં. અરસામાં  કિરોડીલાલ પાસે તેના રૂમ પાર્ટનર રવિ પપ્પુરામ ભૈરવાએ મોબાઇલ જોવા માટે માંગ્યો હતો. જોકે, કિરોડીમલે તેને મોબાઇલ આપવાનો ઇન્કાર કરતાં તેમની વચ્ચે તુતુમેંમેં થઇ હતી. મામલો ગરમાતાં તેઓ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો.આવેશમાં આવી જઇ રવિએ ચપ્પુ લઇ આવી કિરોડીમલની છાતીમાં ડાબી સાઇડમાં ઘા ઝીંકી દેતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વાગરા સીએચસી બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવને પગલે તેમના રૂમ પાર્ટનર રામકેશ મીણાએ કિરોડીલાલની હત્યાના કારસામાં રવિ પપ્પુરામ ભૈરવા વિરૂદ્ધ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
#Bharuch #Wagra #Mobile Phone
Here are a few more articles:
Read the Next Article