New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
હોટલ હયાત પેલેસ ખાતે આયોજન
IIIDનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ IIID ભરૂચ સેન્ટરના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ IIID ભરૂચ સેન્ટર દ્વારા તારીખ ૩ ઓક્ટોબરના રોજ ટ્રેડ મીટ અને ઇન્સ્ટોલેશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમની થીમ "અભિવ્યક્તિ-ડિઝાઇનના અભિવ્યક્તિઓ" હતી.જેમાં ભાગીદાર બ્રાન્ડ્સ અને સપ્લાયર્સે તેમની નવીનતમ અને આધુનિક પ્રોડક્ટ્સ અને નવીનતાઓનું પ્રદર્શન કર્યું, જેણે ડિઝાઇન અને વેપાર સમુદાયને એક મંચ પર લાવ્યા હતા. ચેરમેન તરીકે ચિરાગ વડગામા, સચિવ તરીકે ઉમેશ ચૌધરી,ખજાનચી તરીકે ફુલચંદ્ર પટેલ, અને ઉપાધ્યક્ષ તરીકે હેમંત સુરતીની વરણી કરવામાં આવી હતી.
નવી ટીમને IIID ના રાષ્ટ્રીય પ્રમુખ અને ખજાનચી, આર્કિટેક્ટ જિગ્નેશ મોદી દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા.આ પ્રસંગે IIID ભરૂચ સેન્ટરના સ્થાપક ચેરમેન અશ્વિન મોદી અને તમામ ભૂતપૂર્વ ચેરમેનોએ હાજરી આપી હતી.
Latest Stories