ભરૂચ : વી.સી.ટી. મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આંતર કોલેજ રસ્સા ખેંચ સ્પર્ધા યોજાય...

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરત સંલગ્ન વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.સી.ટી. મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ-ભરૂચ ખાતે VNSGUની આંતર કોલેજ રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • વી.સી.ટી. મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા આયોજન

  • બહેનો માટે આંતર કોલેજ રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરાયું

  • રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • VNSGU સંલગ્ન દ. ગુજરાતની 17 કોલેજની ટીમોએ ભાગ લીધો

  • સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

ભરૂચ શહેરની વી.સી.ટી. મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બહેનો માટે આંતર કોલેજ રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરત સંલગ્ન વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.સી.ટી. મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ-ભરૂચ ખાતેVNSGUની આંતર કોલેજ રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચ જિલ્લાના રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પરેડ કરી મહેમાનોને ટુર્નામેન્ટના મેદાન સુધી લઈ જવામાં આવ્યાજ્યાં રીબીન કટ કરી મુખ્ય અતિથિ દ્વારા ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોલેજની પરંપરા મુજબ સ્પર્ધાની શરૂઆત કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા તિલાવતે કુરાન અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી.

એક દિવસીય આંતર કોલેજ સ્પર્ધામાંVNSGU સંલગ્ન દક્ષિણ ગુજરાતની 17 કોલેજની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં દરેક ટીમે પ્રતિભા અને જોરદાર હુંકાર સાથે પોતાની ખેલદિલી દર્શાવી હતી.

આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે શાહ એન.એચ. કોમર્સ કોલેજવલસાડ તેમજ દ્વિતીય ક્રમે શ્રીમતી જે.પી.શ્રોફ આર્ટ્સ કોલેજવલસાડ વિજેતા ટીમો જાહેર થઇ હતી. આ પ્રસંગે વી.સી.ટી. કેમ્પસના સી.ઈ.ઓ. કાઝી નુસરતજહાંવી.સી.ટી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્યા અનસુયા ચૌહાણડો. કેતન નીઝામાડૉ. ગર્વિષ્ઠા નાયકપ્રો. કશ્મીરાબેન તેમજ કોલેજના તમામ પ્રધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.