ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા વિશ્વ મહિલા દિવસની કરાય ઉજવણી, મહિલાઓનું કરાયુ સન્માન

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ, ટ્રેનર અને સાધક તેમજ પૂરી ટીમ દ્વારા ભરૂચમાં રોટરી ક્લબના પ્રાંગણમાં નારી શક્તિને વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

New Update
Nari Shakti Vandan
 ૮ માર્ચના રોજ સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરે છે. ત્યારે ‘ यत्र नर्यस्तु पूज्यंते रमन्ते तत्र देवता ’ ઉકિતને સાર્થક કરતું ભરૂચ શહેર પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં બાકાત રહ્યું નથી. મહિલા દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી દ્વારા કોર્ડીનેટર ભાવિની ઠાકરની સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ, ટ્રેનર અને સાધક તેમજ પૂરી ટીમ દ્વારા ભરૂચમાં રોટરી ક્લબના પ્રાંગણમાં નારી શક્તિને વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisment
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાનો, આત્મવિશ્વાસ વધારવાનો, સશક્ત બનાવવાનો અને મહિલાઓની જીવનશૈલીમાં યોગનું  મહત્વ કેટલું છે તે સમજાવવાનો હતો.
આ કાર્યક્રમાં મુખ્ય અતિથિ તરીકે નિવાસી અધિક કલેક્ટર એન. આર. ધાંધલ, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ  પ્રકાશ મોદી તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
Latest Stories