ભરૂચ: 21જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

ભરૂચ કલેકટર કચેરીના સભાખંડ ખાતે અધિક નિવાસી કલેક્ટર એન. આર. ધાધલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
yoga day meeting

ભરૂચ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન અર્થે  અધિક નિવાસી કલેક્ટર એન. આર. ધાધલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી

આગામી ૨૧મી જુનના રોજ  દશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી ઉત્સાહભેર થાય તેવા આશયથી ભરૂચ કલેકટર કચેરીના સભાખંડ ખાતે અધિક નિવાસી કલેક્ટર એન. આર. ધાધલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર યોગદિનની ઉજવણી કરવામાં આવશે.૨૧ જૂનને વિશ્વકક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ત્યારે  અધિક નિવાસી કલેક્ટરે યોગદિનની ઉજવણી તાલુકા અને જિલ્લા કક્ષાએ સુચારું કાર્યક્રમનું આયોજન થાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. યોગદિનમાં મોટી સંખ્યામાં લોકોની સહભાગીતા વધે અને લોકો સ્વૈચ્છિક રીતે યોગદિનની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાય તે માટે આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી અને ઉજવણી સંદર્ભે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા તેમજ ગ્રામ્ય કક્ષાએ યોગ દિવસનું સુચારૂ રૂપે આયોજન કરવા જણાવ્યું હતું. 
Latest Stories