/connect-gujarat/media/media_files/gm7BtXRIc8fdE81otQB3.jpg)
ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો અનિયમિત પગારથી ત્રસ્ત થયાના આક્ષેપો સાથે નગરની સંપૂર્ણ સફાઈ કામગીરી બંધ કરી પાલિકા કચેરી બહાર પ્રતીક ઉપવાસ પર ઉતારવાની ચીમકી ઉચ્ચારી છે.
ભરૂચ જિલ્લાના આમોદના નગરજનોને નિયમિત સફાઈ વેરો ભરપાઈ કરવા છતાં ગંદકી સહન કરવાની નોબત આવશે. આમોદ પાલિકાના સફાઈ કામદારોના પગાર છેલ્લા એક વર્ષથી અનિયમિત થતાં હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.
સફાઈ કામદાર યુનિયન દ્વારા અનેક વખત પાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને નિયમિત પગાર કરવા રજૂઆત કરી હતી. છતાં નિયમિત પગાર નહી થતાં તેમજ લેખિત રજૂઆતો બાબતે પણ કોઈ પ્રત્યુતર નહી મળતા અખિલ ભારતીય સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ હીરા સોલંકીના જણાવ્યા મુજબ, આમોદ પાલિકાના સફાઈ કામદારો તા. 20 જુલાઈ સવારના 8થી સાંજના 6 કલાક સુધી પાલીકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે.
સફાઇ કામદારોનું પ્રતીક ઉપવાસ આંદોલન
આમોદ નગરમાં પદાધિકારીઓના અણઘડ વહીવટના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાશે, ત્યારે આમોદના નગરજનો નિયમિત સફાઈ વેરો ભરતા હોવા છતાં પાલીકા શાસકોના પાપે નગરજનોને ગંદકી વેઠવાનો વારો આવ્યો છે.