ભરૂચ: વર્ષ 2022માં વાલિયામાં વીજકર્મી પર હુમલો કરનાર ઇસમને કોર્ટે એક વર્ષ કેદની સજા ફટકારી

ગુજરાત | સમાચાર, વર્ષ 2022માં 7 જુલાઈના રોજ ભરૂચના વાલિયાના ડુંગેરી ફળિયામાં રહેતા કાંતિ વસાવાએ પોતાના ઘરે લાઈટ ગઈ છે એવી ફરિયાદ લઈ GEB કચેરીએ આવેલા અને ફરજ

DGVCL
New Update
વર્ષ 2022માં 7 જુલાઈના રોજ ભરૂચના વાલિયાના ડુંગેરી ફળિયામાં રહેતા કાંતિ વસાવાએ પોતાના ઘરે લાઈટ ગઈ છે એવી ફરિયાદ લઈ GEB કચેરીએ આવેલા અને ફરજ પરના નરેશ  વસાવા સાથે આ બાબતે બોલાચાલી કરી નજીક મા પડેલી લોખંડની પાઈપ વડે હુમલો કરવાનો પ્રયાસ કરતા લોકોએ વચ્ચે પડી છોડાવ્યા હતા તેમ છતાં ફરી વખત દોડી આવી ફરજ પરના GEB કર્મી નરેશભાઈ મંગાભાઈ વસાવાને બે લાફા ઝીંકી દેતા આ બાબતે આરોપી કાંતિ વસાવા સામે ફરિયાદીએ વાલિયા પોલીસ મથકમાં IPCની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.ત્યારે આ બાબતનો કેસ ચાલી જતા પુરાવાઓને આધારે ભરૂચ જિલ્લાના વાલિયા જ્યુડિશિયલ કોર્ટે આરોપી કાંતિવસાવાને કસુરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદનો ચુકાદો આપી રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો છે.
આ અંગે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સેક્રેટરી જનરલ (ટેક),  ચિરાગ શાહે જણાવ્યું હતું કે આકરી ગરમી અને વરસાદ સહિતની વિકટ પરિસ્થિતિમાં કામ કરતા વિદ્યુત કર્મચારીઓ પર હુમલાની ઘટના બને છે ત્યારે કર્મચારીઓમાં પણ ડર જોવા મળે છે ત્યારે કોર્ટનો આ ચુકાદો આવકારદાયક છે
#ભરૂચ
Here are a few more articles:
Read the Next Article