ભરૂચ: જંબુસર તાલુકા પંચાયતનું રૂ.103 કરોડનું બજેટ સામાન્ય સભામાં મંજુર

ભરૂચની જંબુસર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં રૂપિયા 103 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે તો સાથે જ વન ઇલેક્શન પ્રસ્તાવને પણ રજૂ કરવામાં આવ્યો હતો.

New Update
  • જંબુસર તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી

  • વર્ષ 2025-26નું બજેટ કરાયુ રજૂ

  • રૂ.103 કરોડના બજેટને મંજૂરી

  • વન નેશનલ વન ઇલેક્શન પ્રસ્તાવ પણ મંજુર

  • કોંગ્રેસના સભ્યોએ પ્રસ્તાવ પર નોંધાવ્યો વિરોધ

Advertisment
ભરૂચની જંબુસર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં રૂપિયા 103 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે તો સાથે જ વન ઇલેક્શન પ્રસ્તાવને પણ રજૂ કરવામાં આવ્યો હતો.

ભરૂચની જંબુસર તાલુકા પંચાયતની સામાન્ય સભા આજરોજ તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલની અધ્યક્ષતામાં મળી હતી જેમાં વર્ષ 2025-26 નું બજેટ રજૂ કરવામાં આવ્યુ હતું. જંબુસર તાલુકા પંચાયતનું ઐતિહાસિક રૂપિયા 103 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.આ બેઠકમાં વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવને 16 મત મળતા મંજૂર કરવામાં આવ્યો હતો.આ પ્રસ્તાવમાં કોંગ્રેસના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. બજેટને સર્વાનુમતે મંજૂરી મળતા હવે તાલુકાના વિકાસના કામોને વેગ મળશે તેવો દાવો જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલે કર્યો છે.

Advertisment
Latest Stories