જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ નું સેવાકાર્ય
પ્રોજેક શિક્ષા અંતર્ગત સેવાકાર્ય
પ્રાથમિક શાળામાં બાળકો માટે સેવા કાર્ય
બાળકોને સ્કૂલ યુનિફોર્મનું કર્યું વિતરણ
વિદ્યાર્થીઓને સારા ભવિષ્ય માટે પાઠવી શુભેચ્છા
ભરૂચના જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રોજેક્ટ “શિક્ષા” અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોના આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને શૈક્ષણિક સહાય પુરી પાડવાના ઉદ્દેશ્યથી યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ પ્રાથમિક શાળા અને આંગણવાડી કરજણ ખાતે યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને, ઉપપ્રમુખ જીજ્ઞાશા ગોસ્વામી, ડાયરેક્ટર શેફાલી પંચાલ, ગામના સરપંચ, એસએમસી સભ્યો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શાળાની બાળાઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક રજૂઆત કરવામાં આવી હતી.
આ અવસરે ટ્રસ્ટના ઉપપ્રમુખ જીજ્ઞાશા ગોસ્વામીએ વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ કરતા કહ્યું હતું કે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સારા નાગરિક તરીકે ઉભા રહી સમાજની સેવા કરે,એ જ અમારી શુભેચ્છા છે.
ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત કરતા શાળાના આચાર્ય પરિમલસિંહ યાદવે ટ્રસ્ટના પ્રમુખ અને હોદ્દેદારોનો શાળા તથા ગામવાસીઓ વતી હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.