ભરૂચ : અંકલેશ્વર લેક વ્યુ પાર્કની તર્જ પર ડેવલપ થશે કમલમ તળાવ,નવા પીકનીક પોઇન્ટ બનશે

અંકલેશ્વર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા અંકલેશ્વર લેક વ્યુ પાર્ક બાદ હવે પાલિકા નગરમાં નવું પીકનીક પોઇન્ટ ઉભું કરવા જઈ રહ્યું છે.આ પોઇન્ટ એટલા માટે ખાસ બની જાય છે કે એક તરફ અંકલેશ્વર

New Update

શહેરના બ્યુટીફીકેશનમાં થશે વધારો

Advertisment

1.50 કરોડના ખર્ચે કમલમ તળાવ થશે ડેવલોપ

નવા પીકનીક પોઇન્ટ પણ બનાવશે

યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી

આગામી એક વર્ષમાં તળાવની કાયાપલટ થઇ જશે   

અંકલેશ્વર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા અંકલેશ્વર લેક વ્યુ પાર્ક બાદ હવે પાલિકા નગરમાં નવું પીકનીક પોઇન્ટ ઉભું કરવા જઈ રહ્યું છે.આ પોઇન્ટ એટલા માટે ખાસ બની જાય છે કે એક તરફ અંકલેશ્વરની આધ્યાત્મિક ધરોહર રામકુંડ આવેલ છે.તેની બાજુમાં વિશ્વનું પ્રથમ આઈ.એસ.ઓ સર્ટીફાઇડ સ્મશાનગૃહ,બીજી તરફ રોકડીયા હનુમાનજી મંદિર અને પુરષોત્તમ બાગ આવેલ છે.જે તમામ સ્થળને જોડવાનું કામ કમલમ તળાવ કરી રહ્યું છે.એક સમયે  અલૂણાં વ્રતમાં કુંવારીકાનું ફરવા માટેનું સ્થળ હતું.જે બાદ તળાવમાં ડ્રેનેજ પાણીના નિકાલ અને અંદર ફેલાયેલી ગંદકીને લઇ કદરૂપું બનતા લોકો દૂર જઈ રહ્યા હતા. ત્યારે પાલિકા દ્વારા આખરે કમલમ તળાવને વિકાસ કરવાનો પ્રોજેક્ટ મૂકીને રાજ્ય સરકારમાં મંજૂરી મેળવી અંદાજે 1.50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર છે.કોઈજ ખાતમહૂર્ત વિના હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

અંકલેશ્વર લેક વ્યુ પાર્કની તર્જ પર તળાવની ફરતે વોક વે,બાળકો માટે રમત ગમત પાર્ક,ગઝેબો,ઓપન એર થિયેટર તર્જ પર અર્ધ ગોળાકાર બેઠક વ્યવસ્થા,સેલ્ફી પોઇન્ટ,સાથે અનેક નવા આકર્ષણ ઉભા કરવામાં આવશે.તળાવ બાજુમાં હાલ કેટલી લીગલ સમસ્યાને લઇ કામગીરી ધીમી ચાલી રહી છે.ત્યારે પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ જણાવ્યું હતું કે ટૂંકમાં લીગલ સમસ્યાના ઉકેલ સાથે આગામી એક વર્ષમાં તળાવનું વિશિષ્ટ બ્યુટીફીકેશન સાથે કમલમ લેક વ્યુ પાર્ક ઉભો કરવામાં આવશે.

Latest Stories