ભરૂચ: વાગરાના કડોદરા ગામે અનેક લોકોને બચકા ભરનાર કપીરાજ આખરે પાંજરે પુરાયો

ભરૂચ વાગરા તાલુકામાં આવેલ કડોદરા ગામ ખાતે છેલ્લા ૨૦ દિવસથી કપિરાજના આતંકથી ગ્રામજનો ભયભીત બન્યા હતા. ગામના અનેક લોકોને બચકાં ભરી  લોકોને હેરાન પરેશાન કરી મુક્યા

3 bnadar
New Update
ભરૂચના વાગરા કડોદરા ગામે છેલ્લા ૨૦ દિવસથી આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો
ભરૂચ વાગરા તાલુકામાં આવેલ કડોદરા ગામ ખાતે છેલ્લા ૨૦ દિવસથી કપિરાજના આતંકથી ગ્રામજનો ભયભીત બન્યા હતા. ગામના અનેક લોકોને બચકાં ભરી  લોકોને હેરાન પરેશાન કરી મુક્યા હતા. સમગ્ર બનાવની જાણ કડોદરા ગામના સરપંચને થતા તેઓએ વાગરા ખાતે આવેલ જંગલ ખાતાની કચેરીએ જાણ કરતાં જંગલ ખાતાના અધિકારીઓએ ટિમ સાથે કડોદરા ગામે પાંજરું લઈને દોડી ગયા હતા. તોફાની એક કપિરાજ આખરે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પાંજરે પુરાયો હતો. જેને પીંજરા સાથે વાગરા જંગલ ખાતાની ઓફિસમાં લાવવામાં આવ્યો હતો. જેને વેટરનરી ડોક્ટરની તપાસ બાદ ખોરાક પાણી મળી રહે તેવા કુદરતી વાતાવરણમાં છોડી મુકવામાં આવશે.
#Bharuch #Wagra
Here are a few more articles:
Read the Next Article