New Update
-
ભરૂચમાં યોજાયું વિરોધ પ્રદર્શન
-
કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન
-
સપા સાંસદ રામજીલાલ સુમનનું પૂતળું બાળ્યુ
-
સાંસદે મહારાણા સાંગા અંગે કરી હતી ટિપ્પણી
-
સાંસદ માફી માંગે એવી માંગ
ભરૂચ ક્ષત્રિય કરણી સેના દ્વારા સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને મહારાણા સાંગા અંગે કરેલી ટિપ્પણી બાબતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું
ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને પ્રતાપી રાજા મહારાણા સાંગા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું જેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે ભરૂચ ક્ષત્રિય કરણી સેના દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું કરણી સેના દ્વારા સાંસદ રામજી લાલ સુમનનું પૂતળું બાળવામાં આવ્યું હતું. સાથે ભારે સૂત્રોચાર પણ કરવામાં આવ્યા હતા. કરણી સેનાના આગેવાનોએ આ અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરી હતી.અમે સાંસદ માફી માંગે એવી માંગ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સાંસદ સુમનનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે કહેતા સાંભળવા મળે છે કે રાણા સાંગા એક 'દેશદ્રોહી' હતા, જેણે બાબરને ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે બોલાવ્યો હતો. આ ટિપ્પણી બાદ ભારે વિવાદ સર્જાયો હતો
Latest Stories