ભરૂચ: શહેરના કસક સર્કલનું રૂ.30 લાખના ખર્ચે કરાશે નવનિર્માણ, ભૂમીપૂજન કરાયુ

ભરૂચ નગર સેવા સદન અને જે બી કેમિકલ્સના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે રૂપિયા 30 લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કસક સર્કલના કાર્યનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં સર્કલોનું નવનિકરણ કરાશે 

કસક સર્કલનું કરાશે નવીનીકરણ 

રૂ.30 લાખના ખર્ચે હાથ ધરાશે કામ

નવીનીકરણના કાર્યનું કરાયુ ભૂમિપૂજન

જે.બી.કેમિકલ્સ અને ન.પા.નો પ્રયાસ

ભરૂચ નગર સેવા સદન અને જે બી કેમિકલ્સના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે રૂપિયા 30 લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કસક સર્કલના કાર્યનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું
ભરૂચ શહેરના મુખ્ય વિસ્તારોમાં વાહનવ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલ બનાવવામાં આવ્યાં હતાં. મોટાભાગના સર્કલો જર્જરીત હાલતમાં હોવાથી તેને નવા બનાવવાની જરૂરીયાત ઉભી થઇ હતી. નગરપાલિકાની ગત સામાન્યસભામાં સર્કલોને નવા બનાવવા સંદર્ભમાં ઠરાવ પણ કરાયો હતો. પ્રથમ ચરણમાં પાંચબત્તી અને કસક સર્કલનો સમાવેશ કરીને તેને નવા બનાવવામાં આવશે ત્યારે જે.બી.કેમિકલના પ્રયાસથી રૂ.30 લાખના ખર્ચે નવ નિર્માણ પામનાર કસક સર્કલના કાર્યનું આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જે.બી.કેમિકલ્સના એક્ઝિકયુટીવ વાઇઝ પ્રેસિડેન્ટ ભરત ધાનાણી,દિપક ઘીવાલા,મુકેશ દેસાઈ, પ્રવિણ મકવાણા,ભરતસિંહ પરમાર અને સંજય પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કસક ખાતે બની રહેલાં સર્કલનું કદ તેટલું જ રાખવામાં આવશે અને તેમાં ફુવારા સાથે લાઇટિંગ કરવામાં આવશે. દર વર્ષે ચોમાસામાં કસક સર્કલની આસપાસ પાણીનો ભરાવો થઇ જતો હોય છે ત્યારે નવી ડિઝાઇનમાં આ સમસ્યાનો ઉકેલ આવે તે રીતે તેનું નિર્માણ કરવામાં આવશે. 
Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.