ભરૂચ: અંતરિયાળ વિસ્તારોમાં કેસૂડાના ફૂલના કારણે મનમોહક માધુર્ય રેલાયુ,જુઓ આકાશી દ્રશ્યો

હોળી-ધૂળેટીનું પર્વ  આવતા જ  વનરાય ફુલોના મહારાજા કેસૂડા સોળે કળાએ ખીલી ઉઠે છે.ભરૂચના ઝઘડીયા,વાલિયા અને નેત્રંગ વિસ્તારમાં કેસૂડાના ફૂલના કારણે મનમોહક માધુર્ય રેલાઈ રહ્યું છે

New Update
  • કેસૂડાના ફૂલના કારણે મનમોહક માધુર્ય રેલાયુ

  • વનરાય ફુલોના મહારાજા કેસૂડા સોળે કળાએ ખીલી ઉઠ્યા

  • પહેલાના સમયમાં કેસૂડાના ફૂલથી રમાતી ધૂળેટી

  • આરોગ્યની દ્રષ્ટિએ પણ કેસૂડાના ફૂલ ફાયદાકારક

  • ડ્રોન કેમેરાના મનમોહક દ્રશ્યો

Advertisment
ફુલગુલાબી ઠંડીની મોસમ પુરી થતાં જ રંગોના તહેવાર હોળી-ધૂળેટીનું પર્વ  આવતા જ  વનરાય ફુલોના મહારાજા કેસૂડા સોળે કળાએ ખીલી ઉઠે છે.ભરૂચના ઝઘડીયા,વાલિયા અને નેત્રંગ વિસ્તારમાં કેસૂડાના ફૂલના કારણે મનમોહક માધુર્ય રેલાઈ રહ્યું છે
ફાગણ માસના ધમધોખતા તાપના દિવસોમાં આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેસુડો આદિકાળથી અનેરું સ્થાન પામી ચુક્યો છે. જો કે આજના આધુનિક જમાનામાં કેમિકલયુક્ત રંગોએ કેસુડાના ફૂલોને જાણે કે ભૂલાવી દીધા છે પરંતુ અંતરિયાળ ગામના લોકો આજે પણ કેસુડાના ગુણોને સમજીને  કેસુડાના રંગો સાથે ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે.
ભરુચના વાલિયા ઝઘડીયા અને નેત્રંગ પંથકમાં કેસૂડાના ફૂલ મોટા પ્રમાણમાં જોવા મળે છે કેસુડાંના ફૂલો ઉનાળાના દિવસોમાં તો જંગલ વિસ્તારોની શોભા વધારે છે પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ ગુણકારી ગણાતા કેસુડાંના ફૂલો પર ઘણા આયુર્વેદિક સંસોધનો થઈ ચૂક્યા છે. જેમાં ચર્મરોગ, અતિસાર તથા નાના બાળકોને ઉનાળાના દિવસોમાં સુકા કેસુડાંના ફૂલોથી સ્નાન કરાવવાથી લુ, શરદી અને તાવ જેવા રોગો સામે રક્ષણ પુરૂ પાડે છે.
Advertisment
આજના ગ્લોબલ વોર્મિંગના યુગમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે અને કેમિકલયુક્ત રંગોના કારણે પાણીનો વ્યય પણ ખૂબ થઇ રહ્યો છે ત્યારે કેસુડાં જેવા બહુગુણી ફૂલોના રંગો વડે જો ધૂળેટી મનાવવામાં આવે તો તહેવારોની મજા સાથે સ્વાસ્થ્યની પણ જાળવણી થઇ શકે.
Advertisment
Read the Next Article

અંકલેશ્વરમાં મોબાઈલ એપ્લિકેશનથી ક્રિકેટનો સટ્ટો રમતા ત્રણ ઇસમોની ધરપકડ કરતી પોલીસ

અંકલેશ્વર શહેરના ઉન્નતીનગર પાસેથી ચાઇનીઝની લારી પર મોબાઈલ એપ્લિકેશન દ્વારા ક્રિકેટ પર સટ્ટો રમતા ત્રણ ઈસમોની પોલીસે ધરપકડ કરી હતી.

New Update
aa

અંકલેશ્વર શહેરના ઉન્નતીનગર પાસેથી ચાઇનીઝની લારી પર મોબાઈલ એપ્લિકેશન દ્વારા ક્રિકેટ પર સટ્ટો રમતા ત્રણ ઈસમોની પોલીસે ધરપકડ કરી હતી.

Advertisment

અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે બાતમીના આધારે ચૌટાનાકા નજીક આવેલ ઉન્નતીનગર પાસે વાય.એસ.ચાઈનીઝની લારી પર રેડ કરી હતી.પોલીસ રેડમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઇન ક્રિકેટ પર સટ્ટો રમતા ઇમરાન ઉર્ફે મરઘી દિલાવરશા દિવાન તથા શોકત હુસેન અબ્દુલ રજાક પઠાણ અને ચાઈનીઝ લારી ચાલવતા દિપક સોનીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે ત્રણ સટ્ટાખોરોની ધરપકડ કરીને રોકડા રૂપિયા 11,300 અને મોબાઈલ એક કિંમત રૂપિયા 5000 મળીને કુલ રૂપિયા 16,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસની કાર્યવાહીને પગલે ઓનલાઇન સટ્ટો રમતા તત્વોએ ફફડાટ વ્યાપી ગયો હતો. 

 

Advertisment