New Update
-
ભરૂચ સબજેલમાં યોજાયો કાર્યક્રમ
-
કેદીઓના પુનર્વસન માટે સ્થપાયુ કેન્દ્ર
-
કોશિશ કી આશ કેન્દ્રનું ઉદ્ઘાટન
-
કેદીઓનું કરવામાં આવશે કાઉન્સેલિંગ
-
આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
ભરૂચ સંભવ ઈનિશિએટિવ દ્વારા સ્થપાયેલ કોશિશ કી આશ કેન્દ્રનું સબજેલ ખાતે જસ્ટીસ વૈભવી ડી. નાણાવટી અને જસ્ટિસ ડૉ. અશોકકુમાર સી.જોષીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું..
ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ વૈભવી ડી. નાણાવટી, ગુજરાત હાઇકોર્ટના પૂર્વ જજ જસ્ટીસ ડો.અશોકકુમાર સી.જોશી, પ્રિન્સિપલ ડિસ્ટ્રીકટ જજ આર.કે.દેસાઈ, ભરૂચ સબજેલના જેલ અધિક્ષક એન.પી.રાઠોડ તેમજ સંભવ ઈનિશિએટિવના સ્થાપક હિરાંશી શાહની ઉપસ્થિતિમાં કોશિશ કી આશ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું..
કોશિશ કી આશ કેન્દ્ર કેદીઓના પુનર્વસન, સુધારણા અને પુનઃ એકીકરણના ઉદ્દેશ્ય સાથે સ્થાપવામાં આવ્યું છે. સંભવ ઈનિશિએટિવના પેટ્રોન ઇન ચીફ ન્યાયાધીશ સી.કે. ઠક્કર, ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને સંભવ ઈનિશિએટિવ પેટ્રોન જસ્ટિસ એમ. આર.શાહના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામા આવ્યુ છે..
આ કેન્દ્ર 3 R ના પ્રોટોટાઇપ: રીચ આઉટ, રેપોર અને રિફોર્મના મિશન દ્વારા તેમની માનસિક સુખાકારી માટે વ્યક્તિત્વ પરીક્ષણ અને મનોવૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ અને મૂલ્યાંકન સાથે મનોવૈજ્ઞાનિક સમર્થન અને કાઉન્સેલિંગ પ્રદાન કરશે..
Latest Stories