ભરૂચના કોઠી રોડ-સોનેરી મહેલ માર્ગ અત્યંત બિ’સ્માર, વાહનચાલકોને હાલાકી

ભરૂચ શહેરના જુના ભરૂચના અનેક વિસ્તારોમાં માર્ગોની બિસ્માર હાલત થઈ રહી છે. જેના કારણે વાહનચાલકો તો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે.

New Update

જુના ભરૂચ વિસ્તારમાં આવેલ કોઠી રોડથી સોનેરી મહેલ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વાહનચાલકો સહિત રાહદારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ભરૂચ શહેરના જુના ભરૂચના અનેક વિસ્તારોમાં માર્ગોની બિસ્માર હાલત થઈ રહી છે. જેના કારણે વાહનચાલકો તો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. સાથે સાથે રાહદારીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ભરૂચના સોનેરી મહેલથી કોઠી રોડ જવાનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે. જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફતંત્ર દ્વારા માર્ગ પર પેચ વર્ક કરવામાં આવ્યું છે. પરંતુ તેમાં પણ વેઠ ઉતારવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. તકલાદી કામગીરીના કારણે માર્ગ પરનો ડામર નીકળી ગયો છે. આ રોડ પર અનેક ઐતિહાસિક સ્થળો પણ આવેલા છેજ્યાંથી મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે. પરંતુ બિસ્માર માર્ગના કારણે લોકો મુશ્કેલી વેઠી રહ્યા છેત્યારે ભરૂચ નગર સેવાસદન દ્વારા વહેલી તકે બિસ્માર માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Latest Stories