ભરૂચ : શુભમ વેલી સોસાયટીના સ્થાનિકોએ નકલી કિન્નરને ઝડપી પાડ્યો, અસલી કિન્નરોએ નકલી કિન્નરને મેથીપાક ચખાડ્યો

એક વ્યક્તિ કિન્નરનો વેશ ધારણ કરી લોકોને ઠગતો હોવાનું બહાર આવતા સ્થાનિકો અને અસલી કિન્નરોએ નકલી કિન્નરને બરાબરનો મેથીપાક ચખાડ્યો સમગ્ર મામલે સી’ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી

New Update
  • શહેર-જીલ્લામાં દિવસેને દિવસે વધતો નકલી કિન્નરોનો ત્રાસ

  • તવરા માર્ગ ઉપર આવેલી શુભમ વેલી સોસાયટીની ઘટના

  • એક વ્યક્તિ કિન્નરનો વેશ ધારણ કરીને સોસાયટીમાં પ્રવેશ્યો

  • લોકોને ઠગતો હોવાથી સ્થાનિકોએ નકલી કિન્નરને ઝડપી પાડ્યો

  • અસલી કિન્નરોએ નકલી કિન્નરને બરાબરનો મેથીપાક ચખાડ્યો

  • સમગ્ર મામલે સી’ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી

Advertisment

ભરૂચમાં દિવસેને દિવસે નકલી કિન્નરોનો ત્રાસ વધી રહ્યો છેજેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ દરમિયાન એક વ્યક્તિ કિન્નરનો વેશ ધારણ કરી લોકોને ઠગતો હોવાનું બહાર આવતા સ્થાનિકો અને અસલી કિન્નરોએ નકલી કિન્નરને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતોત્યારે હાલ તો સમગ્ર મામલે સી’ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ શહેરની સોસાયટીઓમાં ઘણા સમયથી નકલી કિન્નર બની લોકોના મકાનોમાં ઘૂસી તેમનું વશીકરણ કરી તેમની પાસેથી રૂપિયા પડાવી લેતા હોવાની બુમો ઉઠી હતી. આ મામલે ભરૂચ શહેરમાં રહેતા અસલી કિન્નર સમાજના લોકોને જાણ થતાં જ તેઓએ ભરૂચ સી’ ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપીને જાણ કરી હતી. મળતી માહિતી અનુસારતવરા માર્ગ પર આવેલી શુભમ વેલી સોસાયટીમાં નકલી કિન્નરનો વેશ ધારણ કરીને એક વ્યક્તિએ પ્રવેશ કર્યો હતો.

જેથી આજ સોસાયટીમાં રહેતા અંકુર ધોરાવાલાએ તેને રોકી પૂછપરછ કરીને ક્યાં જવું છેતેમ પૂછ્યું હતું. જેથી નકલી કિન્નરે આ સોસાયટીમાં કોઈના ઘરે બાળકનો જન્મ થયો હોયજેથી તેમના ત્યાં જવું છેત્યારે અંકુર ધોરાવાલાએ અહીંયા એવું કોઈ નથીતમે અહીંયાથી જતાં રહોતેમ કહેતા જ તે અચાનક ભાગવા લાગ્યો હતો. જેથી અંકુટે ચોર.. ચોર..” કરીને બૂમાબૂમ કરતા આસપાસના લોકોએ ભાગી રહેલા નકલી કિન્નરને ઝડપી પાડ્યો હતો.

તો બીજી તરફસમગ્ર મામલાની જાણ ભરૂચ શહેરના વેજલપુર વિસ્તાર સ્થિત કિન્નરોના અખડાના અસલી કિન્નર સમાજને થતાં જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતાજ્યાં નકલી કિન્નરનો વેશ ધારણ કરીને આવેલા શખ્સનો ઉધડો લીધો હતો. અસલી કિન્નરોએ નકલી કિન્નરને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ દરમ્યાન તે વ્યક્તિ બેભાન થઈ જતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઘટના દરમ્યાન મોટી સંખ્યામાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. કિન્નરોના અખડાના દિપાકુંવર માસીએ લોકોને આવા નકલી કિન્નરોથી સાવધાન રહેવા અપીલ કરી હતીઅને કોઈપણ આવા નકલી કિન્નર દેખાય તો તાત્કાલિક પોલીસ અથવા તેમનો સંપર્ક કરવા જણાવ્યું હતુંત્યારે હાલ તો ભરૂચ શહેર સી’ ડિવિઝન પોલીસે આ મમાલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Latest Stories