ભરૂચ: ભોલાવમાં ચાલી રહેલ ગટરની કામગીરી સામે સ્થાનિકોનો વિરોધ, પાણી ભરાવાની સમસ્યા સર્જાય એવી દહેશત

ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા ગટરની કામગીરી ચાલી રહી છે .જેની  સામે નારાયણ એવન્યુ સોસાયટી  સહિત અન્ય સોસાયટીના  રહીશોએ એકત્રિત થઈ  વિરોધ વ્યક્ત કરતા મામલો ગરમાયો

New Update
  • ભરૂચના ભોલાવ વિસ્તારમાં વિરોધ

  • સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો

  • ગટરલાઇનની કામગીરી અટકાવવામાં આવી

  • પાણી ભરાવાની સમસ્યા સર્જાય એવી દહેશત

  • પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો  

ભરૂચના ભોલાવ વિસ્તારમાં ચાલી રહેલ ગટરની કામગીરી  સામે નારાયણ એવન્યુ  સહિતની સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવી કામગીરી અટકાવી દેતા મામલો ગરમાયો હતો
ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા ગટરની કામગીરી ચાલી રહી છે .જેની  સામે નારાયણ એવન્યુ સોસાયટી  સહિત અન્ય સોસાયટીના  રહીશોએ એકત્રિત થઈ  વિરોધ વ્યક્ત કરતા મામલો ગરમાયો હતો.જેના પગલે પોલીસ પણ દોડી આવી હતી.સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર ગ્રામ પંચાયત દ્વારા તેઓને વિશ્વાસમાં લીધા વિના આ કામગીરી કરવામાં આવી રહી છે જેના કારણે તેઓના ઘરમાં પાણી ભરાવાનીની સમસ્યા સર્જાશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.રહીશોના વિરોધના પગલે ગટર ની કામગીરી બંધ કરાતા સમગ્ર મામલો જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચ્યો હતો.
Latest Stories