New Update
-
ભરૂચમાં મહાશિવરાત્રીના પર્વની ઉજવણી
-
દશાશ્વમેઘ ઘાટ સહિત સોમનાથ મહાદેવ મંદિરે કરાય ઉજવણી
-
મહાઆરતીનું કરવામાં આવ્યું આયોજન
-
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો જોડાયા
-
ભાવિકભક્તોએ આરતીની લીધો લાભ
ભરૂચમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે દશાશ્વમેઘ ઘાટ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો જોડાયા હતા
ભરૂચમાં મહાશિવરાત્રીના પર્વની અત્યંત ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નર્મદા નદીના કિનારે આવેલ દશાશ્વમેઘ ઘાટ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરે પણ વિશેષ પૂજન અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મહાઆરતી યોજાઈ હતી.
જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને દેવાધિદેવ મહાદેવની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી..
Latest Stories