ભરૂચ: ST ડેપો ખાતે રોડ સેફટી મંથની ઉજવણીના ભાગરૂપે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

ભરૂચ એસટી ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસના સહયોગથી યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પમાં એસટીના ડ્રાઈવરો, કંડકટર તેમજ વહીવટી સ્ટાફના આરોગ્યની તપાસ કરવામાં આવી

New Update
  • ભરૂચમાં રોડ સેફટી મંથની ઉજવણી

  • એસ.ટી.ડેપો ખાતે કરવામાં આવી ઉજવણી

  • મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન

  • કર્મચારીઓના આરોગ્યની કરાય તપાસ

  • તાલુકા હેલ્થ ઓફિસનો સહયોગ સાંપડ્યો

ભરૂચ એસટી ડેપો ખાતે રોડ સેફટી મંથની ઉજવણીના ભાગરૂપે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલમાં રોડ સેફટીમંથની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજરોજ ભરૂચ એસટી ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાલુકા હેલ્થ ઓફિસના સહયોગથી યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પમાં એસટીના ડ્રાઈવરો, કંડકટર તેમજ વહીવટી સ્ટાફના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ એસ.ટી.ડેપોના ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.એસ.ટી.ના કર્મચારીઓનું આરોગ્ય સારું રહે તે માટે આ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 
Read the Next Article

નર્મદા જિલ્લાના પ્રખ્યાત માંડણ લેકમાં કાર ચાલકને સ્ટંટ  ભારે પડ્યો, થાર કાર પાણીમાં ફસાઈ ગઈ

નર્મદા ચોમાસાની ઋતુએ નર્મદા જિલ્લાના પ્રખ્યાત માંડણ લેકને વધુ આકર્ષક બનાવી દીધું છે. રવિવારે રજાના દિવસે હજારો પ્રવાસીઓ અહીં ઉમટી પડ્યા ત્યારે એક

New Update
WhatsApp Image 2025-07-15 at 9.47.25 AM (1)

નર્મદા ચોમાસાની ઋતુએ નર્મદા જિલ્લાના પ્રખ્યાત માંડણ લેકને વધુ આકર્ષક બનાવી દીધું છે.

રવિવારે રજાના દિવસે હજારો પ્રવાસીઓ અહીં ઉમટી પડ્યા ત્યારે એક યુવાને અહીં સ્ટંટ કરવાનો શોખ રાખ્યો અને તેની થાર જીપ લેકના પાણીમાં ફસાઈ ગઈ.
આણંદ જિલ્લાના યુવક લેક કિનારે પોતાની થાર જીપ લઈને આવ્યો હતો. પાણીથી ભરાયેલા માર્ગ પર જીપ હંકારી જતા એન્જિન સુધી પાણી પહોંચ્યું અને કાર ત્યાં જ બંધ થઈ ગઈ. કલાકો સુધી પ્રયાસ કર્યા બાદ પણ વાહન સ્ટાર્ટ ન થયું.સ્થાનિક ગામ લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને કારમાં બેઠેલા પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢ્યા. પિકઅપ ડાલા વડે જીપને પણ બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.