New Update
/connect-gujarat/media/media_files/2025/07/04/apprentice-scheme-2025-07-04-15-37-08.jpeg)
મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાંધલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભરૂચ ખાતે અમલીકરણ અઘિકારીઓની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કલેક્ટર એન.આર.ધાંધલે વિવિધ વિભાગના અમલીકણ અધિકારીઓને માર્ગદર્શન આપી આયોજન સંદર્ભે રચનાત્મક સૂચનો કર્યા હતા. તેમજ મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત રાજ્યકક્ષાએથી ભરૂચ જિલ્લાને ફાળવેલા ટાર્ગેટને પહોંચી વળવા ઝુંબેશ રૂપે કામગીરી કરવા જણાવ્યું હતું તેમજ ભરૂચ જિલ્લામાં ગત વર્ષે હાંસલ કરેલ ટાર્ગેટની વિભાગ પ્રમાણે સમિક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં આઈ.ટી.આઈ અંકલેશ્વર અને આઈ.ટી.આઈ ભરૂચ તથા GPCB, DIC, DISH, રોજગાર કચેરી તથા જુદા- જુદા લાઇન ડીપાર્ટમેન્ટના અમલીકરણ અઘિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.