ભરૂચ: આમોદમાં ખાણખનીજ વિભાગના દરોડા, પરવાનગી કરતા વધુ માટી ખોદકામ કરાતા રૂ 3 કરોડથી વધુનો મુદામાલ જપ્ત

ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામની સીમમા રેલ્વેના કામમા થતા માટી ખોદકામ ઉપર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ દરોડા પાડી અંદાજિત રૂ.૩ કરોડ ૯ ડમ્પર તથા બે હિટાચી

New Update
ભરૂચના આમોદમાં ચાલતું હતું ખોદકામ
Advertisment
રેલવે વિભાગના કામ માટે થતું હતું ખોદકામ
ખાણ ખનીજ વિભાગે પાડ્યાં દરોડા
પરવાનગી કરતા વધુ ખોદકામ થતું હોવાનું બહાર આવ્યું
રૂ.3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામની સીમમા રેલ્વેના કામમા થતા માટી ખોદકામ ઉપર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ દરોડા પાડી અંદાજિત રૂ.૩ કરોડ ના ૯ ડમ્પર તથા બે હિટાચી મશીન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામની સીમમા રેલ્વેના કામ માટે માટી ખોદકામ ચાલી રહ્યુ હતુ.જે કામ માટે બસીર.એ.પટેલ નામના વ્યક્તિએ ૧૦ હજાર મેટ્રિક ટનની પરવાનગી લીધી હોવાનુ જાણવા મળ્યું હતું ત્યારે ૨૫ મી માર્ચે  ભરૂચ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓએ માટી ખોદકામ થઈ રહેલ સ્થળ ઉપર છાપો મારતા પરવાનગી કરતા વધુ માત્રામા માટી ખનન થયુ હોવાનુ તેઓને ધ્યાને આવતા સ્થળ ઉપરથી ૯ ડમ્પર તથા બે હિટાચી મશીન અંદાજિત કિંમત રૂ.૩ કરોડનો મુદ્દામાલ કબ્જે કરી આમોદ પોલીસ મથકે સુપ્રત કરી આગળની તપાસ હાથ ધરી હતી.ખાણખનિજ વિભાગે પાડેલા દરોડાના પગલે આમોદ પંથકમાં માટી ચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
Advertisment
Latest Stories