ભરૂચ: ખાણ-ખનીજ વિભાગની ટીમમે ઝઘડિયા પંથકમાં બિન અધિકૃત રીતે ખનન ઝડપી પાડ્યું, રૂ.2 કરોડનો મુદ્દામાલ જપ્ત

ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી....

New Update
Bharuch Mines and Minerals Department
જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી.
તા. ૨૫.૧૨.૨૦૨૫ ના રોજ ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ ખાતુ, ભરૂચની તપાસ ટીમ દ્વારા ઝગડીયા તાલુકાના આંબાખાડી અને મોટા સોરવા ખાતે હાર્ડ મોરમ ખનીજના બિનઅધિકૃત ખનન/વહન અન્વયે આકસ્મિક તપાસ હાથ ધરતા કુલ ૦૨ ટાટા હિટાચી એક્સકેવેટર મશીન તથા કુલ ૦૫ ડમ્પર હાર્ડ મોરમ ખનીજના બિનઅધિકૃત ખનન/વહન કરતા ઝડપાયા હતા. જેનો આશરે કુલ રૂ.૦૨.૫૦ કરોડનો મુદ્દામાલ સીઝ કરી નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Latest Stories