ભરૂચ: ખાણખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર માટી ખનન પર દરોડા, 2 દિવસમાં રૂ.4.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ ફ્લાઈંગ સ્કવોર્ડ સુરત અને ભરૂચ ક્ષેત્રિય તપાસ ટીમની સંયુક્ત કામગીરી દરમ્યાન ભરૂચ જિલ્લામાંથી કુલ ૪.૬૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

New Update
Mineral Flying Squad
ભરૂચ  જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યેથી કાયદેસર તેમજ દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ ફ્લાઈંગ સ્કવોર્ડ સુરત તથા જીલ્લા કચેરી, ભરૂચ ટીમના સંકલનમાં રહીને પણ સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી સતત થઈ રહી છે. ચાલુ સપ્તાહમાં તારીખ ૧૦ મી ડીસેમ્બર થી ૧૨મી  ડીસેમ્બર સુધી જિલ્લાના અલગ - અલગ સ્થળોએ તપાસ અને કાયદેસરની કાર્યવાહી થઈ છે.
તા. ૧૦ મી ડીસેમ્બર ૨૦૨૫ના રોજ ભૂસ્તરશાસ્ત્રી ભરૂચની ક્ષેત્રીય ટીમ દ્વારા ભરૂચ તાલુકાના શુકલતીર્થ તથા વાગરા ખાતેથી સાદી માટી અને સાદી રેતીનું બિન અધિકૃત ખનિજ વહન કરતા અન્ય વધુ ૪ ડમ્પર વાહનો જપ્ત કરી ૧.૨૦ કરોડનો મુદામાલ પકડી સીઝ કર્યો હતો. ઝઘડીયા તાલુકાના ફૂલવાડી ખાતે સાદી માટી ખનીજના બિનઅધિકૃત ખનન/વહન બદલ કુલ ૦૧ એક્ષેવેટર મશીન તથા ૦૬ ટ્રક/ડમ્પર પકડી ૨.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 
તા.૧૧મી ડીસેમ્બર ૨૦૨૫નાં રોજ ભરૂચના શુકલતીર્થ નર્મદા નદીપટ, ખાતે સાદીરેતી ખનીજના બિનઅધિકૃત ખનન/વહન માટે ૦૧ એક્ષ્વેટર મશીન તથા ૦૨ ટ્રક/ડમ્પર પકડી ૧.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેની નિયમોનુસાર દંડકીય વસૂલાત કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.
આમ તા.૧૦ મી ડીસેમ્બર થી ૧૨મી  ડીસેમ્બર ૨૦૨૫ દરમિયાન ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ,  ફ્લાઈંગ સ્કવોર્ડ, સુરત અને ભરૂચ ક્ષેત્રિય તપાસ ટીમની સંયુક્ત કામગીરી દરમ્યાન ભરૂચ જિલ્લામાંથી કુલ ૪.૬૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
Latest Stories