New Update
/connect-gujarat/media/media_files/2025/03/26/pSuVJztBb0B9djAL9NIJ.jpeg)
ભરૂચના હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે નર્મદા પરીક્રમાવાસીઓ માટેની સુવિધા માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્નારા નવનિર્મિત જેટીનું લોકાર્પણ પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના હસ્તે આગામી તારીખ ૨૮ માર્ચ શુક્રવારે યોજાનાર છે. આ લોકાપર્ણ કાર્યક્રમના અનુસંધાને અંકલેશ્વર પ્રાંત અધિકારી બી.એ. જાડેજાના અધ્યક્ષસ્થાને સમગ્ર કાર્યક્રમના સુચારુ અને પૂર્વીય આયોજન માટે સમીક્ષા બેઠકનું આયોજન મામલતદાર કચેરી અંકલેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કાર્યક્રમ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના કાયદો અને વ્યવસ્થા જાળવણી, સ્ટેજ વ્યવસ્થા,સુચારૂ વ્યવસ્થાપન, સ્થળ, સુરક્ષા, મંડપ, જનમેદની માટે પાણી તેમજ અલ્પાહારની વ્યવસ્થા પાર્કિંગ, અવિરત પાવર સપ્લાયની વ્યવસ્થા વગેરેને લઇને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા સાથે જરૂરી સુચના આપવામાં આવી હતી.

Latest Stories