New Update
ભરૂચના નેત્રંગમાં કરાયુ આયોજન
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી
ધારાસભ્ય ચૈતર વસાવા-અનંત પટેલ રહ્યા ઉપસ્થિત
હજારોની સંખ્યામાં આદિવાસીઓ જોડાયા
બિરસા મુંડાના કાર્યોને યાદ કરાયા
ભરૂચના નેત્રંગના અમલાવાડી ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા,ધારાસભ્ય અનંત પટેલ,આગેવાન શેરખાન પઠાણ,યુથ પાવર વાલિયાના અધ્યક્ષ રજની વસાવા,વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને રૂસ્તમ પઠાણ સહિતીના આગેવાનોની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મ જયંતિની ઉજવણી કરવામા આવી હતી.
આ કાર્યક્રમમાં વાલિયા યુથ પાવરની ટીમે હાજરી આપી હતી.અને નેત્રંગ ગામના ચાર રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને આદિવાસી રીત રિવાજ મુજબ પૂજા અને અર્ચના કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલે વિશાળ જનમેદનીને સંબોધતા ભગવાન બિરસા મુંડાજીને યાદ કરી સરકાર પર પ્રહાર કર્યા હતા.
Latest Stories