New Update
/connect-gujarat/media/media_files/2024/11/07/S9TDhSk1RvISEVWu1FpA.jpg)
ભરૂચના વાલિયા તાલુકાના મીરપોર ગામે કરજણ સિંચાઈ યોજનાનું ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ટેસ્ટિંગ કરી લાભ પાંચમે હજારો ખેડૂતો અને પશુ પાલકોને દિવાળી ગિફ્ટ આપતા લોકોમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે.
ભરૂચના વાલિયા તાલુકાના ખેડૂતો અને પશુ પાલકો,પીવાના પાણી માટે તકલીફ વેઠી રહેલા લોકોને દિવાળી તહેવારમાં જ આજે લાભ પાંચમે ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા ખાસ ગિફ્ટ આપ્યું છે.આજે મીરપોર ગામ ખાતે ખેડૂતો અને લોકો માટે આશીર્વાદરૂપ કરજણ સિંચાઈ યોજનાનું નદી-કોતરમાં સફળ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.આ ટેસ્ટિંગમાં ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જ્યેન્દ્ર વસાવા,નેત્રંગના સામાજિક આગેવાન ગૌતમભાઈ,ગુંદિયા ગામના આગેવાન સુરેશભાઈ,ચાસવાડ ગામના આગેવાન મુકેશભાઈ,કામલિયા ગામના સરપંચ પિન્ટુભાઈ,જામુની ગામના આગેવાન ગિરીશભાઈ તેમજ વાલિયા-નેત્રંગ તાલુકાના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.