New Update
/connect-gujarat/media/media_files/2025/07/01/shukltirth-2025-07-01-17-42-11.jpeg)
ભરૂચ જિલ્લાના વિવિધ સ્થળોએ આરોગ્ય વિભાગ દ્નારા કેમ્પનું આયોજન કરી આયુષ્માન વય વંદના કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે.
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ખાતે ૭૦ વર્ષથી વધુ વયના ૨૫૦ થી જેટલા લોકોને આયુષ્માન વય વંદના કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી જે.એ. દુલેરાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ટીમ ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળોએ કેમ્પનું આયોજન કરી આયુષ્માન વય વંદના કાર્ડ બનાવી રહ્યા છે અત્યાર સુધીમાં ભરૂચ જિલ્લામાં અંદાજિત ૧૬ હજારથી વધુ લોકોના આયુષ્માન વય વંદના કાર્ડ ઈશ્યુ કરાયા છે.
આ કાર્ડ ધારકોને વિના મૂલ્યે ૧૦ લાખ સુધીની આરોગ્ય સારવાર મળશે. આગામી દિવસોમાં અલગ અલગ તાલુકામાં પણ કેમ્પ યોજી ૭૦ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓના આયુષ્યમાન વય વંદના કાર્ડ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
Bharuch | Gujarat | Ayushman Vay Vandana Card