ભરૂચ: પાલિકા દ્વારા શહેરનો કચરો જે.બી.મોદી પાર્ક નજીક ઠલવાયો, સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ

સ્થાનિકોના આક્ષેપો અનુસાર રહેણાક વિસ્તારમાં શહેરનો કચરો નંખાતા રોગચાળો ફાટી નિકળવાની દહેશત છે ત્યારે નગરપાલિકા આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે એવી માંગ કરવામાં આવી છે.

New Update
ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઈટનો વિવાદ
થામ ગામ નજીક બંધ કરાવાય હતી ડમ્પિંગ સાઈટ
કચરો જે.બી.મોદી પાર્ક નજીક ઠલવાયો
આસપાસની સોસાયટીના રહીશોએ નોંધાવ્યો વિરોધ
રોગચાળો ફાટી નિકળવાની દહેશત કરી વ્યક્ત
ભરૂચ નગર સેવા સદનની ડંપિંગ સાઈટનો વિવાદ યથાવત રહ્યો છે.તંત્ર દ્વારા જે.બી.મોદી પાર્ક નજીકની ખુલ્લી જગ્યામાં કચરો ઠલવાતા આસપાસની સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો
ભરૂચ શહેરના કચરાનો નિકાલ કરવા માટે હંગામી ધોરણે ચાલતી થામ ગામની સાઇટ સ્થાનિકોએ બંધ કરાવી દેતાં એક સપ્તાહ ઉપરાંતથી કચરાના ઢગલા થઇ ગયાં છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટેના ટેમ્પા નહી આવતાં લોકો ઘરનો કચરો રોડની સાઇડો પર નાખી રહયાં છે ત્યારે ભરૂચ નગર સેવા સદન દ્વારા નાના ટેમ્પામાં કચરો એકત્રિત કરી શહેરના જે.બી. મોદી પાર્ક નજીક આવેલ ખુલ્લી જગ્યામાં નાખવામાં આવે છે અને ત્યાંથી જે.સી.બી.વડે ટ્રકમાં ભરી તેને અંકલેશ્વર ખાતે આવેલ સાઇટ પર મોકલવામાં આવે છે.
જોકે આસપાસની સોસાયટીના રહીશોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો છે અને અહીં કચરો ન નાખવાની માંગ કરી છે. સ્થાનિકોના આક્ષેપો અનુસાર રહેણાક વિસ્તારમાં શહેરનો કચરો નંખાતા રોગચાળો ફાટી નિકળવાની દહેશત છે ત્યારે નગરપાલિકા આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે એવી માંગ કરવામાં આવી છે.આ તરફ પાલિકાના સત્તાધીશોએ આ મામલે ગાંધીનગરના દ્વાર ખખડાવ્યાં છે. પાલિકા સત્તાધીશોએ  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી ડમ્પિંગ સાઇટ માટે યોગ્ય વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરી છે.
Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.