New Update
/connect-gujarat/media/media_files/2024/10/29/yRbDbbX6weKvc9aiUxPM.jpg)
ભરૂચના વાલિયા તાલુકાના ભિલોડ ગામમાં થયેલ હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
ગત તારીખ-26મી ઓક્ટોબરના રોજ વાલિયા તાલુકાના ભિલોડ ગામના મંદિરમાં રહેતા બુધિયા ઈશ્વર વસાવા અને સોમા વસાવા બંને મિત્રો વચ્ચે એકબીજાની મશ્કરી કરવા બાબતે ઝઘડો થતા આવશેમાં આવી ગયેલા સોમા વસાવાએ મિત્ર બુધિયા વસાવાને પગના ભાગે ઇજાઓ પહોંચાડતા ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા તે સમયે બુધિયા વસાવાનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું.બનાવ અંગે વાલિયા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં હત્યારા મિત્ર સોમા વસાવાને ગામના સ્મશાન પાસેની ઝાડીમાંથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories