New Update
/connect-gujarat/media/media_files/2025/12/19/nabipur-police-2025-12-19-17-38-10.jpeg)
ભરૂચની નબીપુર પોલીસનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. કવિઠાથી ઓસરા ગામ તરફ જવાના માર્ગે કેનાલ પાસે બે કાર શંકાસ્પદ હાલતમાં જણાઈ હતી. કારમાં સવાર ત્રણ વ્યક્તિને બહાર ઉતારી તપાસ કરતા અંદરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
કરજણના કરણ ગામના ધર્મેન્દ્રસિંહ અને રામસિંહ રાજ ઇકો કાર લઈ દારૂ, વાગરાના વાવ ગામના આઈ 10 કાર લઈને આવેલા અનિરૂઢસિંહ સુરમાંને આપવા આવ્યા હતા. પોલીસે 19 હજારનો દારૂ, 3 મોબાઈલ અને બે કાર મળી કુલ ₹8.41 લાખના મુદામાલ સાથે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.
Latest Stories