ભરૂચ: નગર સેવા સદન દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનું આયોજન, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન

મેળામાં સખી મંડળો દ્વારા 40થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવશે. આ મેળો તારીખ 21 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી યોજાશે.

New Update
  • ભરૂચમાં કરાયુ આયોજન

  • હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજન

  • સ્વદેશી મેળાનું આયોજન

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન

  • 40થી વધુ સ્ટોલ ઉભા કરાયા

ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદઘાટન કરાયું હતું. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત આજ રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો તારીખ 21 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી યોજાશે.
મેળામાં સખી મંડળો દ્વારા 40થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી વસ્તુઓના વેચાણ અને ઉપયોગ અંગેના આહ્વાનને અનુસરી આ મેળાનું આયોજન કરાયું છે.આ મેળાનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના  હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે ભરૂચ પાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, પાલિકા પ્રમુખ વિભૂત યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ અન્ય પાલિકા સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories