ભરૂચ: આમોદ નજીક નર્મદા કેનાલમાં ઉનાળાના પ્રારંભે જ ભંગાણ, હજારો લીટર પાણીનો વેડફાટ

ભરૂચના આમોદ તાલુકાના ભીમપુરા ગામ નજીક સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા સંચાલિત નર્મદા કેનલમાં ગાબડું પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો

New Update
  • ભરૂચના આમોદમાં બન્યો બનાવ

  • ભીમપુરા ગામ નજીકનો બનાવ

  • નર્મદા કેનાલમાં ગાબડું

  • હજારો લીટર પાણીનો વેડફાટ

  • કોંગ્રેસની આંદોલનની ચીમકી

ભરૂચના આમોદ તાલુકાના ભીમપુરા ગામ નજીક નર્મદા નિગમની કેનાલમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. ભરૂચના આમોદ તાલુકાના ભીમપુરા ગામ નજીક સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા સંચાલિત નર્મદા કેનલમાં ગાબડું પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ થતો હોવાની ઘટના સામે આવી છે.
ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો આટલો બગાડ થતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. એક વર્ષ પહેલાં જ આ કેનલના ભાગનું રીપેરિંગ કરવામાં આવ્યું હતું. છતાં હાલમાં ફરી ગાબડું પડતાં કામની ગુણવત્તા અને નિગમની કામગીરી પર સવાલો ઊભા થયા છે. ગાબડાના કારણે કેનલનું પાણી આજુબાજુના ખેતરો અને ખાલી જમીનમાં વહી રહ્યું છે. ઉનાળામાં સિંચાઈ માટે પાણીની ભારે જરૂરિયાત હોય છે, ત્યારે આ પ્રકારની બેદરકારી ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડી શકે છે.
કોંગ્રેસ દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું હતું કે જો તાત્કાલિક સમારકામ શરૂ નહીં કરવામાં આવે તો તેઓ તીવ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. હાલ ગ્રામજનો અને ખેડૂતો નિગમ તરફથી વહેલી તકે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે.
Latest Stories