New Update
ભરૂચના આમોદમાં બન્યો હતો બનાવ
સફાઈ અભિયાનના નામે કરાયુ હતું નાટક
કચરો ફેંકાવી કરવામાં આવી હતી સફાઈ
ચીફ ઓફિસરને નોટીસ ફટકારાય
વિડીયો થયો હતો વાયરલ
ભરૂચની આમોદ નગર સેવા સદનમાં સ્વચ્છતાના નામે કરાયેલા નાટકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ગરમાયો છે. ઇરાદાપૂર્વક કચરો ફેંકાવીને બાદમાં ચીફ ઓફિસર અને પ્રમુખની હાજરીમાં અધિકારીઓ તથા પદાધિકારીઓએ સફાઈ અભિયાનનું ફોટોશૂટ કર્યું હતું.
આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયો વાયરલ થતા શાસકો સામે રોષ જોવા મળ્યો હતો.મામલો બહાર આવતા તંત્રએ ચીફ ઓફિસરને કારણદર્શક નોટિસ પાઠવી છે. હવે ચીફ ઓફિસરનો જવાબ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.આ સાથે જ આમોદ નગરના વિવિધ પ્રશ્નો બાબતે પણ એડિશન કલેકટરને રજુઆત કરવામાં આવી હતી.
Latest Stories