ભરૂચ: નેત્રંગના કંબોડીયા ગામના કુખ્યાત બુટલેગરને પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમાં ધકેલાયો

કુખ્યાત બુટલેગર પ્રોહીબિશન સબંધી ગુનાઓમાં સંડોવાયો હોય જેના વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલ ખસેડવામાં આવ્યો

New Update
ank
ભરૂચ એસ.પી.અક્ષયરાજ મકવાણા દ્રારા સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા અને આવી પ્રવ્રુતી સાથે સંકળાયેલ ઇસમોને સખત હાથે ડામી દેવા માટે સરકાર દ્રારા ગુજરાત અસામાજીક પ્રવ્રુતીઓ અટકાવવા બાબતના અધિનિયમ મુજબ પાસા ધારા હેઠળ કડક અટકાયતી પગલા લેવા સૂચના આપવામાં આવી હતી.

Screenshot_2025-09-30-11-17-40-15_439a3fec0400f8974d35eed09a31f914

જે અંતર્ગત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કમ્બોડીયા ગામે પટેલ ફળિયામાં રહેતા - પ્રવિણ ઉર્ફે બટકો ગુલાબસિંહ પાટણવાડીયા પ્રોહીબિશન સબંધી ગુનાઓમાં સંડોવાયો હોય જેના વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા કેલકટરને આપવામાં આવી હતી.
કલેકટર દ્વારા પાસ અંગેનો હુકમ કરાતા પ્રવીણ પાટણવાડીયાને પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલ ખસેડવામાં આવ્યો છે.
Latest Stories