ભરૂચ : ગરીબી રેખા નીચે જીવન ગુજારતા લોકોના ઘરોમાં ફરી જુનવાણી ચૂલો સળગ્યો, ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો મુખ્ય કારણ..!

ઉજ્જવલા યોજનામાં એક ચોકાવનારી વિગત બહાર આવી છે. મોટાભાગના લાભાર્થી હોય, અને તે પૈસાના અભાવે રીફીલ ન કરાવી સિલિન્ડર અભરાઈ પર કે, સાઈડ પર મુકી દીધા છે.

New Update
Advertisment
  • સરકાર દ્વારા જરૂરિયાતમંદો માટે ઉજ્જવલા યોજનો અમલ

  • દિન પ્રતિદિન વધતો જતો ગેસ સિલિન્ડરનો ભાવ વધારો

  • ભાવ વધારાના કારણે ઉજ્જવલા યોજનાને જાણે ગ્રહણ લાગ્યું

  • અનેક મહિલાઓ ચૂલા ઉપર રસોઈ બનાવવા મજબૂર બની

  • ગેસના બોટલનો ભાવ ઘટાડવામાં આવે તેવી મહિલાઓની માંગ

Advertisment

 દેશમાં વધતાં જતાં ગેસ સિલિન્ડરના ભાવ વધારાના કારણે કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાને જાણે ગ્રહણ લાગ્યું હોયતેમ ભરૂચમાં અનેક લાભર્થી મહિલાઓ પહેલાના જમાનાની જેમ ચૂલા ઉપર રસોઈ બનાવવા મજબૂર બની છે. 

દેશમાં ગરીબી રેખા નીચે જીવન ગુજારતી મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્વલા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યોજનામાં લાભાર્થીને વર્ષમાં 15 ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. વર્ષમાં 2 સિલિન્ડર નિઃશુલ્કજ્યારે 10 સિલિન્ડર પર સરકાર સબસીડી જમા કરાવે છે.

એક સિલિન્ડરના 810 રૂપિયામાંથી સરકાર 300 રૂપિયાની સબસીડી લાભાર્થીના ખાતામાં જમા કરે છેજ્યારે 3 સિલિન્ડર રેગ્યુલર ભાવ પર લાભાર્થીને મળે છે. પરંતુ આ યોજનામાં એક ચોકાવનારી વિગત બહાર આવી છે. મોટાભાગના લાભાર્થી હોયઅને તે પૈસાના અભાવે રીફીલ ન કરાવી સિલિન્ડર અભરાઈ પર કેસાઈડ પર મુકી દીધા છે.

દિન પ્રતિદિન ગેસ સિલિન્ડરના ભાવ વધારાના કારણે અને મજુરી કરી પેટિયું રડનાર લોકો ફરી ગેસ સિલિન્ડર છોડીને ચૂલો સળગાવવા મજબૂર બન્યા છે. 2 વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની 2 કરોડ મહિલાઓને ચૂલાથી મુક્ત કરાવવા ખાસ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્વલા યોજના અમલમાં મુકવામાં આવી હતી.

જેનાથી ચૂલાના ધુમાડાથી આંસુ સારતી મહિલાઓના આંસુ લુછવાનો પ્રયત્ન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ આ યોજના સાર્થક ન થઈ હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તોભરૂચ જિલ્લામાં 1,19,683 મહિલા લાભાર્થીઓને આ યોજનામાં આવરી લેવામાં આવી હતી. પરંતુ 60,662 મહિલાઓ જ આ યોજનાનો લાભ લઈ રહી છેજ્યારે બાકીની 59,021 મહિલાઓ આ યોજનાથી વંચિત રહી છે.

આ બાબતે લાભાર્થી મહિલાઓએ જણાવ્યું હતું કેઅમારા પાસે ગેસ સિલિન્ડર ભરાવવા માટે પૈસા જ નથી. અમે મજૂરીયાત વર્ગ છીએ. કોઈ વખત મજૂરી ન મળે તો અમને ખાવાના પણ ફાફા હોય છેત્યાં સિલિન્ડરના ભરવાના 800 રૂપિયા અમારે ક્યાંથી કાઢવા. જેથી ફરી લાકડાનો ઉપયોગ કરી ચૂલો સળગાવી રોજ 2 ટાઈમ રસોઈ બનાવી પોતાનું જીવન જીવવા મહિલાઓ મજબૂર બની છે.

Advertisment

સરકારની ઉજ્જવલા યોજના આવકાર્ય છે. પરંતુ ગેસના બોટલનો 800થી 900 અને કોઈક વખત તો 1100 રૂપિયા સુધી ભાવ વધી જતો હોય છે. જેથી ગરીબ મહિલાઓ આ પૈસા ક્યાંથી લાવે તેવા કારણથી ફરી એક વખત પહેલાના જમાનાની જેમ ચૂલો સળગાવવા દૂર સુધી લાકડા વીણવા અને કાપવા જવા પડે છેત્યારે સરકારની ઉજ્જવલા યોજનાનો લાભ મળે તે માટે ગેસના બોટલનો ભાવ ઘટાડવામાં આવે તેવી મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

Latest Stories